આધાર કાર્ડમાં નામ સુધારવા માટે શું કરવું ? સંબંધી આ પોસ્ટમાં ઓનલાઇન પ્રોસેસ દ્વારા આધાર કાર્ડમાં નામ / સરનામું કઈ રીતે સુધારી શકાય છે તેની માહિતી આપવામાં આવી છે.
આધાર કાર્ડમાં નામ સુધારવા માટે શું કરવું ? : {COI} - આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે જેના વડે જે તે વ્યક્તિની ઓળખ સાબિત કરી શકાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય કે રેશન કાર્ડનું અનાજ મેળવવું હોય આધાર કાર્ડનો ઉપયોગ જરૂરી બની ગયો છે.
પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે જે તે સમયે આધાર કાર્ડ બનાવતા સમયે ઉતાવળે વ્યક્તિના નામ કે સરનામામાં ભૂલ રહી જાય છે.
તેમાં સુધારો કરવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. પરંતુ આજના આ ઉપયોગી માહિતી વિભાગના આર્ટિકલમાં અમે આપને ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો કરવાની પ્રોસેસ વિષે જણાવીશું. જેની મદદથી તમે ઘર બેઠા જ આધાર કાર્ડ સુધારી શકશો.
આ રીતે આધાર કાર્ડમાં સુધારી શકાય છે નામ અને સરનામું
1). આધાર કાર્ડમાં સુધારો કરવા માટે તમારે સૌથી પહેલા સરકારની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે.
2). ત્યારબાદ ઓનલાઇન સર્વિસના સેક્શનમાં આધાર અપડેટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
3). હવે નામ અથવા એડ્રેસ અપડેશનની રિકવેસ્ટના ઓપ્શન પર ક્લિક કરો.
4). હવે તમારી સામે એક નવું ટેબ ઓપન થશે જેમાં અમુક નિયમો સાથે અપડેટનું ઓપ્શન પણ હશે.
5). બાદમાં નામ કે એડ્રેસ જેમાં તમારે સુધારો કરવાનો હોય તેના ઓપ્શન પર ક્લિક કરો.
6). આટલું કર્યા બાદ તમારો આધાર કાર્ડ નંબર નાખી લોગ ઈન કરવાનું રહેશે. અને તમારા આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મળશે.
7). OTP એન્ટર કર્યા બાદ તમારે પર્સનલ ડેટા અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમે નામ અથવા એડ્રેસનો વિકલ્પ પસંદ કરી, સાચું નામ કે સરનામું લખો.
8). ડેટા અપડેટની રિકવેસ્ટ બાદ તમારે અમુક દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ, બેન્ક પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ / પાસબુક, રેશન કાર્ડ, મતદાન કાર્ડ વગેરે શામેલ છે.
9). ઉપરોક્ત દસ્તાવેજો પૈકી કોઈ એકની તમારી સહી કરેલી ફોટો કોપી અપલોડ કરવાની રહેશે.
છેલ્લે તમારા નજીકના BPO સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરી રિકવેસ્ટ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમને એક રિકવેસ્ટ નંબર મળશે. આ નંબરની મદદથી તમે રિકવેસ્ટની એકનોલેજમેન્ટ કોપી ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છે.
રિકવેસ્ટ કર્યાના થોડા દિવસો બાદ તમારું સુધારેલું નામ અને સરનામું અપડેટ થઇ જશે અને તમારા દ્વારા આપવામાં આવેલા ઈ-મેલ / મોબાઈલ નંબર પર તેની નોટિફિકેશન મળશે.
Share આધાર કાર્ડમાં નામ સુધારવા માટે શું કરવું ? on FB / Pin.