કીવી ફળ ના ફાયદા : પ્રસ્તુત લેખ એક એવા ફળ વિષે છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કીવી ફળ નામથી ઓળખાતા આ ફળ અનેક રોગો સામે રક્ષણ અને ઈલાજ પણ છે.
કીવી ફળ ના ફાયદા : {COI} - કીવી એક વિદેશી ફળ છે અને તેનું મૂળ ચીન દેશમાં છે. સ્વાદમાં જરાક તીખું અને મીઠું કીવી ફળ અનેક ઉપયોગી ગુણોથી ભરપૂર છે.
તેમાં વિટામિન સી તથા અન્ય કેટલાક મહત્વના તત્વો હોય છે જે આપણા શરીર માટે જરૂરી હોય છે. ત્યારે આજના આ સ્વાસ્થ્ય વિભાગના લેખમાં આપણે કીવી ફળ ના ફાયદા જાણીશું.
શરદીમાં લાભદાયી
કીવી ફળ વિટામણ સી થી ભરપૂર હોય છે અને આ શ્વશન ક્રિયા સાથે જોડાયેલી અનેક નાની મોટી સમસ્યામાં અસરકારી છે.
જયારે શરદી થવાના મુખ્ય કારણો પૈકી એક કારણ શરીરમાં વિટામિન સી ની ઉણપ હોવી પણ છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિએ દરરોજ એક કીવી ફળનું સેવન કરવું હિતકારી છે. તેનાથી કફ જામી જવાની અને ગળામાં ખરાશની સમસ્યામાં પણ રાહત મળે છે.
વાળની માવજતમાં ઉપયોગી
ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતી વાળ ખરવાની અને વાળની લંબાઈ ઓછી હોવાની સમસ્યા માટે કીવી ફળ ઘરેલુ ઈલાજ છે. ઉપર જણાવ્યું તેમ કીવીમાં વિટામિન સી ની સાથે વિટામિન ઈ પણ હોય છે જે વાળને ખરતા રોકે છે અને મજબૂત બનાવે છે.
સાથે જ કીવી ફળમાં ફાસ્ફોરસ અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો અને આયર્ન પણ હોય છે જે વાળની લંબાઈ વધારવામાં અને વાળને તંદુરસ્ત રાખવામાં સહાયક છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે - Health Benefits Kiwi for immunity
કીવી ફળમાં વિટામિન સી તો ભરપૂર માત્રામાં હોય જ છે પણ સાથે તેમાં કેટલાક શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ તત્વ પણ છે જે શરીરની આંતરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.
દરરોજ એક ગોલ્ડ કીવી ફળનું સેવન કરવાથી કેન્સર, હાર્ટ એટેક, મોતિયા જેવી ગંભીર રોગો થાવનું જોખમ ઘટી જાય છે.
આરામની ઉંઘ - કીવી ફળ ના ફાયદા
મોબાઈલ અને આધુનિક સંસાધનોના ઉપયોગથી લોકોમાં અનિદ્રાની સમસ્યા સાવ સામાન્ય બની ગઈ છે. જો કે કીવી ફળ અનિદ્રા માટે અસરકારક ઘરેલુ ઉપાય છે.
આપણા શરીરમાં સેરોટોનિનની ઉણપ હોવી એ અનિંદ્રા માટેનું મુખ્ય કારણ હોય શકે છે. જયારે કીવી ફળમાં સેરોટોનિન પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોય છે.
સુવાના એક કે બે કલાક પહેલા કીવી ફળનું સેવન કરવાથી આરામની ઉંઘ માણી શકાય છે.
ત્વચા માટે ફાયદાકારક
કુદરતી રીતે શરીરની અને ખાસ કરીને ચેહરાની ત્વચાનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કીવી ફળ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
100 ગ્રામ કીવી ફળમાં 92.7 મિલીગ્રામ વિટામિન સી હોય છે.
સ્વાધિષ્ટ ફળ હોવાની સાથોસાથ કીવી ફળનું આ વિટામિન સી ચેહરાની ત્વચાને નિખારે છે અને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે પણ રક્ષણ આપે છે.
અલ્સર રોગમાં રાહત - Health Benefits Kiwi for ulcer
શરીરમાં ડાયાબિટીઝની સમસ્યા ન થાય તે માટે પ્લાઝ્મા અને ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રહે તે જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓને ઘા રુઝાવાની પ્રક્રિયા પણ સુસ્ત હોય છે અને પગમાં અલ્સર થવાનો ભય પણ રહે છે.
આવા દર્દીઓ અલ્સરના ઈલાજ માટે કીવી ફળનું સેવન કરી શકે છે.
ડેન્ગ્યુમાં ફાયદાકારક - કીવી ફળ ના ફાયદા
ડેન્ગ્યુ જેવા ગંભીર તાવમાં કીવી ફળ ખાવું હિતકારી માનવામાં આવે છે. કીવી લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં સહાયક છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયક
કીવી ફળનું નિયમિત સેવન કરવાથી લો ડેંસિટી લિપોપ્રોટીન (LDL) નું સ્તર ઓછું થાય છે અને સાથે જ કુલ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે જયારે હાઈ ડેંસિટી લિપોપ્રોટીન (HDL) નું સ્તર વધે છે.
કીવી ફળનું સીમિત માત્રામાં દરરોજ પણ સેવન કરી શકાય છે.
કબજીયાતમાં રાહત - Health Benefits Kiwi for Constipation
જે લોકોને જૂની કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેઓએ કીવી ફળનું દરરોજ સેવન કરવું જોઈએ. કીવીમાં વિટામિન સી તથા ફાઈબર હોય છે જે પેટમાં જમા થયેલા ખરાબ પદાર્થને ઢીલો કરે છે. અને મળ ત્યાગ કરવાની પ્રક્રિયાને સાઈડ ઈફેક્ટ વિના સરળ બનાવે છે.
હાર્ટ એટેકનું જોખમ થાય છે ઓછું
કીવી ફળના નિયમિત સેવનથી હાર્ટ એટેક થવાના જોખમને ઘટાડી શકાય છે. કીવીમાં વિટામિન સી, ઈ સાથે કેરસેટિન, પોલીફેનોલ, નારીનજેનિન, વૈફિક એસિડ જેવા એન્ટી ઓક્સીડેન્ટ તત્વો પણ છે. જે લીકવીડ પ્રોફાઈલને ઓછું રાખવા તથા હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં સહાયક છે.
વજન રહે નિયંત્રિત - Health Benefits Kiwi for wight કંટ્રોલ
તમને જાણીને નવાઈ લાગશે કે કીવી એક લો કેલેરી ફળ છે. 100 ગ્રામ કીવી ફળમાં માત્ર 55 કેલેરી જ હોય છે. એટલું જ નહિ તેમાં ફેટ પણ નથી હોતો અને ફાયબર પણ ઓગળી જાય તેવા હોય છે.
કીવી ભૂખ લાગવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે જે ડાયટ માટે જરૂરી છે.
હાઈ બ્લડપ્રેશરમાં સહાયક
હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેના અનેક એન્ટી ઓક્સીડેન્ટ તત્વો અને પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશર ઓછું કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. હાઈ બ્લડપ્રેશરમાં સફરજન કરતા પણ વધુ પ્રભાવશાળી ફળ કીવી છે. જયારે લો બ્લડપ્રેશરના દર્દીઓએ કીવી ફળનું સેવન ન કરવું હિતકારી છે.
કીવી ફળ ના નુકશાન
1]. કીવી ફળમાં ફાયબર હોય છે એટલે જો કીવી ફળનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો ઝાડાની સમસ્યા ઉભી થઇ શકે છે.
2]. કિડની સ્ટોન એટલે કે પથરીના દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર કીવી ફળનું સેવન ન કરવું જોઈએ.
Share કીવી ફળ ના ફાયદા post on FB.