Bamboo Tree information in Gujarati language : વાંસનું વૃક્ષ એક એવું વૃક્ષ છે જે સામાન્ય રીતે જાહેર રસ્તાઓ પર નથી દેખાતું. પરંતુ ભારત જેવા દેશમાં વાંસના જંગલો પણ આવેલા છે જેમાં મોટી સંખ્યામાં વાંસના વૃક્ષો જોવા મળે છે.
- વિશ્વભરમાં વાંસની અંદાજે 1500 જેટલી અલગ અલગ જાતો હોવાનું મનાય છે
- વાંસના વૃક્ષને વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વધતું વૃક્ષ ગણવામાં આવે છે, વાંસની અમુક જાતો એક દિવસમાં જ 1 મીટર જેટલી વધી જાય છે
- ભારતમાં વાંસના વૃક્ષમાંથી અનેક પ્રકારની ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે
Bamboo Tree information in Gujarati language
Bamboo Tree information in Gujarati language : વાંસના વૃક્ષ આમ તો વિશ્વભરમાં જોવા મળે છે. તેમાંય ખાસ કરીને અમેરિકા, એશિયા અને આફ્રિકા મહાદ્વીપોમાં વાંસ એ કોઈ અજાણ્યુ વૃક્ષ નથી. વિશ્વમાં વાંસની લગભગ 1500 જેટલી જાતો જોવા મળે છે. એશિયા ખંડમાં ભારત, ચીન, જાપાન વગેરે દેશોમાં વાંસના ખાસ જંગલો પણ આવેલા છે. જો કે યુરોપ અને એન્ટાર્કટિકામાં વાંસ નથી થતા.
વાંસના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક ક્લમપિંગ બામ્બુ અને બીજા રનિંગ બામ્બુ.
Clumping Bamboo પ્રકારના વાંસના છોડ કલમી પદ્ધતિથી વિકાસ પામે છે અને તેના મૂળ નાના હોય છે.
Running Bamboo પ્રકારના વાંસ રાઈજોમ દ્વારા વિકાસ પામે છે. આ વાંસમાં રાઈઝોમ ભૂમિગત રીતે ફેલાય છે જેના દ્વારા અન્ય વાંસ પણ વિકાસ પામે છે અને એક વાંસની બાજુમાં જ બીજા વાંસનો વિકાસ થવા લાગે છે. ભારતમાં વાંસની જે પ્રજાતિઓ પ્રખ્યાત છે તેમાં બિહાર વાંસ, વેદુર વાંસ અને પીળા ધારીદાર વાંસ મુખ્ય છે.
સામાન્ય રીતે વાંસ એ ઘાસ પરિવારમાંથી આવતી જાત છે પરંતુ વૃક્ષની જેમ વિકાસ પામતા હોવાથી તે વાંસના વૃક્ષ (Bamboo Tree) તરીકે જ ઓળખાય છે. વાંસના વૃક્ષ (Bamboo Tree) કોઈપણ વાતાવરણમાં વિકાસ પામી શકે છે. જો કે ઉષ્ણકટિબંધીય જળવાયું તેને વધુ માફક આવે છે.
વળી, વાંસની ખેતી કરવામાં વધુ મુશ્કેલી પણ નથી વેઠવી પડતી અને તેની વધુ સારસંભાળ પણ નથી રાખવી પડતી. દુષ્કાળ હોય કે વધુ વરસાદ વાંસ દરેક પ્રકારનું હવામાન સહન કરી લે છે. એટલું જ નહિ પણ વાંસના વૃક્ષને વિશેષ ખાતર આપવાની પણ જરૂર નથી રહેતી તે પોતાના પાંદડાઓ દ્વારા જ ખાતર બનાવી લે છે.
Read ~> કીવી ફળના લાજવાબ અને ચમત્કારિક ફાયદાઓ
વાંસના વૃક્ષ (Bamboo Tree) નો સૌથી મહત્વનો ભાગ તેનું થડ છે. વાંસનું થડ લાબું અને અંદરથી પોલું હોય છે અને થડ પર અનેક ગાંઠો પણ હોય છે જે નિયમિત અંતરે જોવા મળે છે.
વાંસની એક વિશેષતા એ પણ છે કે જ્યાં સુધી વાંસના વૃક્ષ (Bamboo Tree) નો વિકાસ ન થાય ત્યાં સુધી તે નિષ્ક્રિય જેવી સ્થિતિમાં રહે છે પરંતુ જયારે તેનો વિકાસ શરુ થઇ જાય ત્યારે તે અતિભારે ઝડપથી વધવા લાગે છે. ત્યાં સુધી કે વાંસની અમુક જાતો માત્ર એક દિવસમાં જ 1 મીટર જેટલી વધવા લાગે છે. આ માટે જ વાંસના વૃક્ષને વિશ્વનું સૌથી વધુ ઝડપે વધતું વૃક્ષ કહેવામાં આવે છે.
વાંસના વૃક્ષની લંબાઈ તે કઈ પ્રજાતિનું છે તેના પર આધારિત છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રજાતિના વાંસના વૃક્ષ 50 મીટરના નોંધાયા છે. જયારે તેની અમુક પ્રજાતિ ફક્ત અમુક સેન્ટિમીટર જ વધી શકે છે.
જો તમને અમારો આ Bamboo Tree information in Gujarati language લેખ પસંદ આવ્યો હોય તો તેને FB પર પણ શેયર કરશો.